બાર પ્રકારના મેઘ

૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ૨. છાંટા : ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે૫. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ૬. નેવાંધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ૭. મોલ મે : ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ૮. અનરાધાર : છાંટા કે ફોરા એકબીજાને અડી જાય, જાણે ધાર પડતી લાગે એવો વરસાદ૯. મુશળધાર કે સુપડાધાર : બે ચાર ધારા ભેગી થઇને એકધારી વરસતી રહે તેવો વરસાદ. જાણે સુપડામાંથી પાણી પડતું લાગે.૧૦. ઢેફા ભાંગ : ખેડેલા ખેતરોની માટીના ઢેફાને ભાંગે એવો વરસાદ આને વાવણી જોગ પણ કહેવાય.૧૧. પાણ મે : ખેતરના કયારાઓ પાણીથી ભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે કૂવાની સપાટી ઉંચી આવે.૧૨. હેલી : આ ૧૧ પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે. અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.
આ બારે પ્રકારના મેઘ એક સામટા વરસે ત્યારે કહેવાય, બારે મેઘ ખાંગા થયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો