સોમવાર, 22 ઑક્ટોબર, 2012

  • માતૃભાષા એ આપણી ઓળખ છે, માનો ખોળો છે.
  • અમને અંગ્રેજીનું દાસત્વ નહીં,માતૃભાષાનું સ્વામિત્વ ખપે.
  • પોતાની સંસ્કૃતિનું સત્વ પોતાની ભાષામાંજ પ્રગટ થાય
  • પારકી ભાષાથી આપણું વ્યક્તિત્વ દીપે નહીં.
  • ભાષા સંસ્કૃતિની વાહક હોય છે.
  • માતૃભાષા પાડે સાદ, ગુર્જરભૂમિનો નિનાદ
  • માતૃભાષા વ્યક્તિત્વનો પ્રાણ છે.
  • આપણે સ્વભાષાનું ગૌરવ વધારવું છે અને ભણતરનો ભાર ઘટાડવો છે.
  • વ્યક્તિ માતૃભાષા દ્વારા જ પોતાને શ્રેષ્ઠ રીતે અભિવ્યકત કરી શકે છે.
  • માતૃભાષા એટલે બાળકને માતાએ આપેલી અણમોલ ભેટ.
  • કોઈપણ રાષ્ટ્રનો વિકાસ પરભાષાથી થયો જોયો નથી.
  • માતૃભાષા જ મનુષ્યને મૌલિકતા બક્ષે છે.
  • સર્જનશીલતાનું ઉદ્ગમસ્થાન એટલે માતૃભાષા.
  • પરભાષાએ શિક્ષિતવર્ગ અને પ્રજાવર્ગ એવા ભેદ સજર્યા છે.
  • માતૃભાષાના આધાર પર જ અનેક ભાષાઓની ઈમારત ચણાય.
  • વિશ્વના બધા મહામાનવો માતૃભાષાની આંગળી પકડીનેજ મહાન બન્યા છે.
  • બાળકોના માનિસક વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે.
  • માતા, માતૃભાષા અને માતૃભૂમિ આપણાં શ્રદ્ધાકેન્દ્રો છે.
  • માતૃભાષાને માતાનું સ્થાન આપોમાસીનું નહીં.
  • નાજુક બાળકને પરભાષાનું વિષ નહીં, સ્વભાષાનું અમૃત પાવ.
  • ભાષા તો બધીજ ન્યારી, પણ માતૃભાષા લાગે અતિ પ્યારી.
  • બાળકનો સહજ અને સ્વાભાવિક વિકાસ માતૃભાષાના વાતાવરણમાંજ થાય.
  • સ્નેહ, સમજ અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ એટલે માતૃભાષા.
  • માતૃભાષાનો પાયો સંગીન હોય, સર્વ ભાષાઓનું જ્ઞાન સહજ હોય.
  • ગ્રહણશીલ વ્યક્તિત્વનું નિર્માણ માતૃભાષા દ્વારાજ થાય.