- માતૃભાષા એ આપણી ઓળખ છે, માનો ખોળો છે.
- અમને અંગ્રેજીનું દાસત્વ નહીં,માતૃભાષાનું સ્વામિત્વ ખપે.
- પોતાની સંસ્કૃતિનું સત્વ પોતાની ભાષામાંજ પ્રગટ થાય
- પારકી ભાષાથી આપણું વ્યક્તિત્વ દીપે નહીં.
- ભાષા સંસ્કૃતિની વાહક હોય છે.
- માતૃભાષા પાડે સાદ, ગુર્જરભૂમિનો નિનાદ
- માતૃભાષા વ્યક્તિત્વનો પ્રાણ છે.
- આપણે સ્વભાષાનું ગૌરવ વધારવું છે અને ભણતરનો ભાર ઘટાડવો છે.
- વ્યક્તિ માતૃભાષા દ્વારા જ પોતાને શ્રેષ્ઠ રીતે અભિવ્યકત કરી શકે છે.
- માતૃભાષા એટલે બાળકને માતાએ આપેલી અણમોલ ભેટ.
- કોઈપણ રાષ્ટ્રનો વિકાસ પરભાષાથી થયો જોયો નથી.
- માતૃભાષા જ મનુષ્યને મૌલિકતા બક્ષે છે.
- સર્જનશીલતાનું ઉદ્ગમસ્થાન એટલે માતૃભાષા.
- પરભાષાએ શિક્ષિતવર્ગ અને પ્રજાવર્ગ એવા ભેદ સજર્યા છે.
- માતૃભાષાના આધાર પર જ અનેક ભાષાઓની ઈમારત ચણાય.
- વિશ્વના બધા મહામાનવો માતૃભાષાની આંગળી પકડીનેજ મહાન બન્યા છે.
- બાળકોના માનિસક વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે.
- માતા, માતૃભાષા અને માતૃભૂમિ આપણાં શ્રદ્ધાકેન્દ્રો છે.
- માતૃભાષાને માતાનું સ્થાન આપો…માસીનું નહીં.
- નાજુક બાળકને પરભાષાનું વિષ નહીં, સ્વભાષાનું અમૃત પાવ.
- ભાષા તો બધીજ ન્યારી, પણ માતૃભાષા લાગે અતિ પ્યારી.
- બાળકનો સહજ અને સ્વાભાવિક વિકાસ માતૃભાષાના વાતાવરણમાંજ થાય.
- સ્નેહ, સમજ અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ એટલે માતૃભાષા.
- માતૃભાષાનો પાયો સંગીન હોય, સર્વ ભાષાઓનું જ્ઞાન સહજ હોય.
- ગ્રહણશીલ વ્યક્તિત્વનું નિર્માણ માતૃભાષા દ્વારાજ થાય.
NAINESH EDUCATION
સોમવાર, 22 ઑક્ટોબર, 2012
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)